1 - શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી / ધ્વનિ / રાજેન્દ્ર શાહ


ટી.એસ.એલિયટે એના 'What is a Classic ?" નિબંધમાં જણાવ્યું છે કે,
"A Classic can only occur when a civilization is mature, when a language and literature is mature, and it must be the work of mature mind."

સભ્યતા, ભાષાસાહિત્ય અને પ્રતિભાની પરિપક્વતા શિષ્ટ કૃતિને પ્રગટાવવાની ભૂમિકા રચે છે. આવી કૃતિઓમાં ચિરંતન સૌન્દર્યતત્વ રહેલું હોય છે અને તેથી જ એ યુગે યુગે સાહિત્યરસિકોને આકર્ષતી રહેતી હોય છે તથા નવાં નવાં અર્થઘટનોને પ્રેરતી હોય છે. પોતાના સમયનાં યુગબળોને આવરી લઈને આવી કૃતિઓએ ઉચ્ચ જીવનમૂલ્યોની માવજત સહજતાથી કરી હોય છે.

આદર્શ પ્રકાશને ગુજરાતી સાહિત્યની આ પ્રકારની કૃતિઓને પુનઃપ્રકાશિત કરવાની યોજનાના ભાગરૂપે ‘શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી' શરૂ કરી છે. સાહિત્યરસિકો સમયે સમયે આવી કૃતિઓની માંગ કરતા હોય છે અને યુનિવર્સિટીઓની અભ્યાસસમિતિઓ પણ આવી કૃતિઓની ખોજમાં હોય છે. આ આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આવી કૃતિઓ ગુજરાતી વાચકોને માટે સુલભ બનાવી આપવાનો અમારો ઉપક્રમ છે. ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહ આ શ્રેણીમાં પ્રગટ કરવાની અનુમતિ આપવા બદલ અમે કવિશ્રી રાજેન્દ્ર શાહના આભારી છીએ.
આ શ્રેણી આપના હાથમાં મૂકતાં આનંદની લાગણી અનુભવીએ છીએ.
- પ્રકાશક


0 comments


Leave comment