1.4 - રહસ્યઘન અંધકાર / રાજેન્દ્ર શાહ


નાની મારી કુટિરમહીં માટી તણી દીવડાનાં
આછાં તેજે મધુરપ લહી'તી બધી જિંદગીની,
ને માન્યું'તું અધુરપ કશીયે નથી, હું પ્રપૂર્ણ.

ત્યાં લાગી કો જરિક સરખી ફૂંક, દીવી બુઝાઈ,
છાઈ મારાં સ્કુરિત બનિયાં લોચને ધૂમ્રલેખા,
ને ઝીણી કો જલન સહ ત્યાંથી ઝરે અંધકાર.

એને સીમા નથી અતલ ઊંડાણ એનાં કશાં રે !
દીવા તેજે નયન બનિયાં અંધ, તે અંધકારે
ન્યાળ છે કો નિરાળું અમિત કરુણાથી ભરેલું રહસ્ય.


0 comments


Leave comment