1.10 - અનાગત ! / રાજેન્દ્ર શાહ


અનાગત ! લિપી ન આગમતણી ઉકેલી જતી
તથાપિ આમ નેણ ઉત્સુક તને ચહે ન્યાળવા :
પ્રસન્ન યદિ, તપ્ત ચિત્ત ધૃતિ ધારશે કૈં, 'થવા
અતીવ કદિ કુદ્ધ, તો ય અનિવાર છે સંગતિ.
અને હું નિરખું તને, મહિષ હે ! ધસ્યો આવતો,
મુખે અનલ-ઝાળ, સ્પર્શ જ્યહીં ભસ્મ ત્યાં, ભૂમિને
તું શીંગ-ખરી-થી કરે ચૂર, સગર્વ ઊભેલને
પ્રલંબ તવ પુચ્છની ઝપટ માત્રથી ઢાળતો.

ધૂવાં-ધૂલિ-તણી પૂંઠે તવ પ્રચંડ આાંધી ચડે,
વિભીષણ છવાય સર્વ દિશ મ્લાન અંધારથી :
ચરાચર શું ગૂંગળાય, અમુંઝાય રે શી સ્થિતિ,
સ્વયં જીવન મૃત્યુને જ બસ આશ્રયે જૈ પડે !

હવા વિમલ થાય જ્યાં નભથી વર્ષતાં વાદળી,
ઉઠે છ ફરી ભસ્મપુંજ થકી સૃષ્ટિ-કોલાહલ.


0 comments


Leave comment