1.19 - અંતરાય / રાજેન્દ્ર શાહ


વનની લઘુ નિર્ઝરી તણો પથ પાષાણથી વ્યસ્ત કુંઠિત :
મૂલનું હતું મૌન તે હવે કલનાદે રમતું અખંડિત.

નભને પથ શુભ્ર તેજને નડી કાયા જ્યહિં કૃષ્ણ અભ્રની,
ધરતી પર દૃષ્ટિરમ્ય ત્યાં સુષમા સોહત સપ્તરંગની.

મુખથી કંઈ વેણ જે સર્યાં અવરોધે ચહુ ઓર ડુંગરા,
સૂર જે શમી જાત શૂન્યમાં લહું તેના ધ્વનિની પરંપરા.


0 comments


Leave comment