1.38 - એક ફલ એવું / રાજેન્દ્ર શાહ


પુ. : એક ફલ એવું સખી !
જે કઠિન
કિન્તુ સ્વાદમાં...

આસ્વાદને જે
નિત્ય અદકેરું બની રે’
મિષ્ટ
ને.....

સ્ત્રી. : ને ?
પુ. : પ્રાશન થકી યે જે
ન કિંચિત્ પણ બની રે'
અલ્પ.

સ્ત્રી : જેવું સ્વાદ્ય
તેવું અક્ષય !
પુ. : એવું અલૌકિક
સ્ત્રી : આપણું એ તો મિલન.


0 comments


Leave comment