૪૮ - મરણબાદ ક્યારેક જોવાઈએ / ચિનુ મોદી


મરણબાદ ક્યારેક જોવાઈએ
મળી આવીએ એમ ખોવાઈએ.

સરોવર, નદી હોય ક્યારે ગહન ?
ચલો, કોઈ દરિયે પરોવાઈએ.

સરકશું, છટકશું, અટકશું નહીં
સમય જેમ છોને વગોવાઈએ.

પણછ તૂટતાં બાણ ખાલી ગયું
અમે દોડીએ ને નિચોવાઈએ.

ગઝલ આવતી હોય ‘ઇર્શાદ’ તો
ક્ષણેક્ષણ ભલેને વલોવાઈએ.0 comments


Leave comment