૫૫ - દ્રશ્યની આગળ હશે ને દ્રશ્યની પાછળ હશે / ચિનુ મોદી


દ્રશ્યની આગળ હશે ને દ્રશ્યની પાછળ હશે
સાત મજલાની ઇમારતને ઉપર સાંકળ હશે

આપણાં સંબંધનું એ નાનુંસૂનું ફળ હશે ?
કે ખભા પર આંધળાના જન્મલૂલી પળ હશે ?

બાર બંદરના ફરકતા વાવટા મારા ઉપર
એ છતાં મૃગજળ મને ખેંચે, એ કોનું બળ હશે ?

પાણી છે, તું સાચવીને પાડ પડછાયો અહીં
પાણી પાસે પ્હાડ તોડી નાંખવાની કળ હશે.

નર્કમાં નવરાશની એક્કેક પળની છે મઝા
નાની શ્રદ્ધાની રમત, ‘ઇર્શાદ’ ત્યાં પણ છળ હશે.0 comments


Leave comment