30 - તમે શું કહેશો ? / પન્ના નાયક


તરફડાટ એટલે .... ?
તમે કહેશો
જલ બહાર આણેલી
કોઈ માછલીને પૂછી જૂઓ !

પણ
ઘૂઘવતા ઉદધિની ભીતર
જે
કોરું કોરું તરફડે
એને
તમે શું કહેશો ?


0 comments


Leave comment