૭૨ - જવાહરગીરી નથી / જવાહર બક્ષી


બોલ્યાને યુગ થયો અને પડઘા હજી નથી
એક ભીંત પણ આ શૂન્યતા બાંધી શકી નથી

આંખો ભરીભરીને ક્ષિતિજ લૂંટતા રહો
વાતાવરણ મિલનનું, મળો.. એ પછી નથી

તારા જવા પછી જ થવાનું છે ભાન તો
સ્વપ્નો સિવાય કૈં નથી તો હું દુઃખી નથી

એ ક્યાં મને નિકટ થાવા દે છે હજી સુધી
કોને કહ્યું કે એને જરાપણ પડી નથી

કોઈ લખાવે છે ને લખ્યે જાઉં છું ‘ફના’
મારી ગઝલમાં કોઈ જવાહરગીરી નથી0 comments


Leave comment