1.6 - થાક લાગે છે સફરનો, જેમ ઘર આવ્યા પછી / હેમેન શાહ


થાક લાગે છે સફરનો, જેમ ઘર આવ્યા પછી,
એમ હું થાકી જઈશ તારે નગર આવ્યા પછી.

રાતના જાગી જશે દુ:સ્વપ્નથી તું હાંફળી,
ને ખખડશે બારણું પ્રત્યેક લહર આવ્યા પછી.

દોડશે બોલાવવા તું ઝટ, સહેલીને બધી,
નાનેરો ઉત્સવ થશે, મારી ખબર આવ્યા પછી.

હું મનાવી નહિ શકું પરદેશની વાતો કરી,
વેઠવી પડશે જુદાઈની અસર, આવ્યા પછી

એક સૂર્યોદય થતો શું ઉભય સાન્નિધ્યમાં,
ગોપવેલા માભને ફૂટશે ટશર, આવ્યા પછી.


0 comments


Leave comment