1.8 - શાને મહિમા મોટો છે? / હેમેન શાહ


શાને મહિમા મોટો છે?
જળ પરનો લિસોટો છે.

વડવાઓએ વસિયતમાં,
આપેલો પરપોટો છે.

બોગનવેલની કાયામાં,
હજી ઘણા વિસ્ફોટો છે.

સાચો ઉત્તર કેમ મળે?
સ્વયં પ્રમેય જ ખોટો છે.

બ્રહ્માંડોનાં મૂળ મહીં,
એક રંગીન ગલગોટો છે.


0 comments


Leave comment