1.9 - બસ હલચલની રાહ જોઉં છું / હેમેન શાહ


બસ હલચલની રાહ જોઉં છું,
ક્યાં કંઈ હલની રાહ જોઉં છું?

શરમાતા ચહેરા ઉપર હું,
નવી ગઝલની રાહ જોઉં છું.

આંખોને અફળાતા લોકો,
એક શકલની રાહ જોઉં છું.

વર્ષાનાં છે વળતાં પાણી,
તેજ અસલની રાહ જોઉં છું.

જે ઝાકળથી સીંચાઈ છે,
હું એ ફસલની રાહ જોઉં છું.


0 comments


Leave comment