1.21 - આ ધરા એક ગ્રંથ આલીશાન છે / હેમેન શાહ


આ ધરા એક ગ્રંથ આલીશાન છે,
તમને લખવા-વાંચવાનું જ્ઞાન છે ?

ઈસવીસન પૂર્વેથી ચાલી આવતો,
કોનો મારા શીશ પર અહેસાન છે?

કાષ્ઠની તલવાર જેવો દેહ છે,
ને જગત તો એક રણમેદાન છે.

છોકરો બગડી ગયો’તો સાવ જે,
એનું તો જાહેરમાં સન્માન છે.

જ્યાં વિચારોને પૂરી રાખી શકો,
એવું કોઈ ખાસ આંદામાન છે?


0 comments


Leave comment