1.24 - ટેકરી પરનું સ્થાન ચીંધે છે / હેમેન શાહ


ટેકરી પરનું સ્થાન ચીંધે છે,
પથ ન કંઈ દરમિયાન ચીંધે છે.

આ તરફ દરિયો, બાગ ને યુવતી,
પેલી બારી સ્મશાન ચીંધે છે.

ફક્ત હોહા કરે સમસ્યા પર,
કોણ અહીંયાં નિદાન ચીંધે છે?

જે ગડી વાળી બાજુ પર મૂકી,
એ ઉદાસી નિશાન ચીંધે છે.

જ્યાં કવિ જીવ્યો ઘોર એકલતા,
પર્યટક એ મકાન ચીંધે છે.


0 comments


Leave comment