1.30 - એ વાત છે જુદી, કદી ના આવ્યું જાણમાં / હેમેન શાહ


એ વાત છે જુદી, કદી ના આવ્યું જાણમાં,
પણ હું રહ્યો છું શેષ, મર્યાદિત પ્રમાણમાં.

ઊર્જા સ્વરૂપે ક્યાંક મારામાં ઠરી હશે,
મહેનત પડી હતી અને જે કંઈ ચઢાણમાં.

ઉલ્લાસ ચાર-પાંચ છે જૂના ને જાણીતા,
સાથે હું છું અમુક ફિકરની ઓળખાણમાં.

દરિયા તરફ મેં આંગળી ચીંધી દીધી હતી,
એણે કહ્યું કે પ્રેમ પર બોલો ટૂંકાણમાં.

અંતર ટકી ન શકે કોઈ બે પદાર્થનું,
કાં તો એ દૂર જાય, કાં અથડાય તાણમાં.


0 comments


Leave comment