1.36 - જે સૂર્ય, ચેતના તરીકે ખ્યાતનામ છે / હેમેન શાહ


જે સૂર્ય, ચેતના તરીકે ખ્યાતનામ છે,
ફૂટેલી ચાંચિયાની કીકીનો ગુલામ છે.

સામે સડેલ ઈડાં કે તાળીઓ પડે,
કઠપૂતળીને શું સજા કે શું ઈનામ છે?

નહિ આરપાર એની તમે નીકળી શકો,
રસ્તામાં અંધશ્રદ્ધાનું બાંધકામ છે.

સ્વર્ગસ્થ પર ફૂલો લઈને સૌ તૂટી પડ્યા,
ઈસપકથા પૂરી થયાની ધૂમધામ છે.

સાહિત્ય તો પૂજાય છે, વંચાય ક્યાં અહીં ?
ભગવદ્ગીતાનું સોગન માટે જ કામ છે.


0 comments


Leave comment