1.37 - જો ગયા ગુજરેલા પ્રેમીને જ હક આધીન છે / હેમેન શાહ


જો ગયા ગુજરેલા પ્રેમીને જ હક આધીન છે,
તો ગઝલિયા સલ્તનતની આ બડી તૌહીન છે.

છાબડીમાં તારલા ચોરી જવાના જુર્મ પર,
કેદ છે એ બાળપણ માટે કોઈ જામીન છે?

ફક્ત ઉપસંહાર છે થોડેઘણે અંશે કરુણ,
બાકી મારા ગ્રંથનો આરંભ બહુ રંગીન છે.

શોધ મારા સ્પર્શમાં કે આંખમાં કે આસપાસ,
કૈંક છે જે મારા કરતાં પણ વધુ પ્રાચીન છે.


0 comments


Leave comment