1.38 - કેન્દ્રતરફી, ભૂમિગ્રાહી ક્યાંથી વડવાઈ બને? / હેમેન શાહ


કેન્દ્રતરફી, ભૂમિગ્રાહી ક્યાંથી વડવાઈ બને ?
ભલભલાં વટવૃક્ષ પણ ધીરેથી બોન્સાઈ બને !

એ જ છે દરિયાકિનારો, એ જ સંધ્યાનો સમય,
શું ઉમેરું હું બીજું તો જૂની તન્હાઈ બને?

એક છે દિલચસ્પ સપનું, ચાલને હંકારવા,
સઢ બને ઉત્સાહ ને આશ્ચર્ય પુરવાઈ બને.

ઝંખનાને પાંખ ફૂટે, રૂપને ફૂટે શરમ,
બેઉમાં જોવું રહ્યું કે કોની સરસાઈ બને.

હું ખરું ત્યાં ખૂબ અરસા બાદ ઊગે વૃક્ષ ને,
સૌથી સુંદર ડાળમાંથી એક શરણાઈ બને.


0 comments


Leave comment