1.39 - હોઠ વંકાયા અને થરક્યાં નયનઃ તાજા કલમ / હેમેન શાહ


હોઠ વંકાયા અને થરક્યાં નયન : તાજા કલમ,
પાછું કોઈ શ્રાપનાં ભૂલશે વચનઃ તાજા કલમ.

ચાલવા એ નીકળ્યો પાણી ઉપર; ડૂબી ગયો.
ચીજ સાગર નામની સાચે ગહનઃ તાજા કલમ.

ફાળ ભરતી સરહદો આવી રહી મારી નિકટ,
ફક્ત બાકી એક રસ્તો, ઉડ્ડયન: તાજા કલમ.

ગુપ્ત વેશે ઊપડ્યો હું શેરીઓમાં દેહની,
એક ખૂણે સાંભળ્યું ધીમું રુદનઃ તાજા કલમ.


0 comments


Leave comment