1.40 - મૌલિક્તા વિશ્વાસ છે ખુદ પર, આમ જુઓ તો / હેમેન શાહ


મૌલિક્તા વિશ્વાસ છે ખુદ પર, આમ જુઓ તો,
છે અસ્થિને બાઝેલો ડર, આમ જુઓ તો.

કોઈ કહેશે એને કાળા નિર્જીવ ખડકો,
સંસ્કૃતિઓના છે થર પર થર, આમ જુઓ તો.

સ્વીકારી લો તડકાનું આ રાજીનામું,
રળતર ઓછું કામ દિવસભર, આમ જુઓ તો.

રાચરચીલું છે એ મારા નાના ઘરનું,
વૃક્ષો, પ્રાણી, જળ ને પથ્થર, આમ જુઓ તો.

સુખના અનુભવની છે શાયદ અંતિમ કક્ષા,
અંગ મહીનું ઊંડું કળતર, આમ જુઓ તો.


0 comments


Leave comment