1.43 - ફકત ચોતરફ છે મમીઓ બહેરા / હેમેન શાહ


ફક્ત ચોતરફ છે મમીઓ બહેરા,
હવે તોડી નાખો પિરામિડના ઘેરા.

અગર ઝાલવી હો તો છે દીવાદાંડી,
ન પકડી શકું એવા એકે કઠેરા.

હશે અંત નાટકનો શું જાણવું છે?
આ ભીના રૂમાલો ને ફિક્કા ચહેરા.

એ દસ માળનું ઘર બળ્યું એમ ભડકે,
ઊજવતું હતું કોઈ જાણે દશેરા.

તને શાંત દેખાઉં એ છે બનાવટ,
કે દોડે છે ભીતર ઝનૂની વછેરા.


0 comments


Leave comment