1.44 - વીતે રાત અપલક અને વાય વ્હાણું / હેમેન શાહ


વીતે રાત અપલક અને વાય વ્હાણું;
ત્યજેલા પ્રણયનું મળે સાલિયાણું.

સહુ કોઈ ફિલસૂફ બને આ સ્થિતિમાં,
રૂપેરી નિશા, બાંકડો ને ચવાણું.

સદાકાળ કોને સુખી અહીં થવું છે?
ઋતુઓને હું ડાળની જેમ માણું.

કહેવું જગત વ્યર્થ છે એ તો જાણે,
ગલોફામાં બરફી ને મોઢું કટાણું.


0 comments


Leave comment