1.49 - પ્રેમનગરમાં હું પરદેશી વતની જેવો / હેમેન શાહ


પ્રેમનગરમાં હું પરદેશી વતની જેવો,
ભટકું, કદરૂપી યુવતીની કથની જેવો.

સૂર્યાસ્તોના રંગો વચ્ચે હું ઝડપાયો,
ધૂળેટીમાં સદગૃહસ્થની કફની જેવો.

ઊષર ભૂમિ ફળદ્રુપ કરવાના નિશ્ચયથી,
લાવારસ પ્રસર્યો મીરાંની લગની જેવો.

મિલોના હુક્કાને બેસી ફૂંક્યા કરતો,
પ્રાંત શહેરનો છે રજવાડી વ્યસની જેવો.

આમ ફરીથી પત્તાંના સૌ મ્હેલો તૂટ્યા,
છાતી કાઢી પવન ફરે છે ગઝની જેવો.


0 comments


Leave comment