1.50 - તારલા લીસ્સી લખોટી છે, દડે એવું બને / હેમેન શાહ


તારલા લીસ્સી લખોટી છે, દડે એવું બને,
ને નિહારિકાની નૌકા સાંપડે, એવું બને.

વૃદ્ધ એ ધૂમકેતુની લાંબીલચક દાઢી મહીં,
ગૂંચવાયેલો કવચિત્ ઈશ્વર જડે, એવું બને.

શું મહાયુદ્ધો ય ખેલાતાં હશે પેલે ખૂણે?
કો'ક નકરાં શૂન્ય માટે પણ લડે, એવું બને.

મોં છુપાવી ઊંટ નક્ષત્રો તણાં બેસી રહે,
આભમાં વંટોળ ઉલ્કાનો ચડે એવું બને.

મૃત્યુ પામ્યા સૂર્ય જે, એ થઈ હવે તરતા ખડક,
ખુદ બીજાના તેજને માર્ગે નડે, એવું બને.


0 comments


Leave comment