1.54 - કહેવા જાઉં એ રહી જાય સ્વરપેટીમાં ગૂંગળાઈ / હેમેન શાહ


કહેવા જાઉં એ રહી જાય સ્વરપેટીમાં ગૂંગળાઈ,
મળી ક્યારે સજા ફાંસીની જે આજેય જળવાઈ?

ગયો જે જે દિશામાં હું, જરા એ વિસ્તરી આગળ,
ઘણો અફસોસ છે ખોટી પડી પૃથ્વીની ગોળાઈ.

અગાઉના પ્રયોગો પર ચડીને ઊભો વૈજ્ઞાનિક,
કવિ તો છે બિચારો, પૂર્વજોની નીચે કચડાઈ.

પ્રયત્નો બાદ પણ નાસી શકું ના હું તો બહેતર છે,
અઢેલી મોજથી હું સાંભળું બાકીની શરણાઈ.

પ્રથમ હું છાપ-કાંટો, દૂધ-જળ, વર્ગીકરણ શીખ્યો,
પછી આ શાસ્ત્ર વ્યવહારુ નથી, એ વાત પકડાઈ.


0 comments


Leave comment