3.2 - રાવજીનું કથિતદર્પણ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા
રાવજીની કવિતા પ્રક્રિયા સમજવાં માટે પ્રવૃત્ત થવાની ક્ષણે તેની બલવતી સર્ગશક્તિ અને તેનાં પરિમાણો વિશેની જાણકારી હોવી ઘટે. તેની સર્ગશક્તિ અને તેનાં અનેકવિધ પરિમાણો તેમજ તેની સમગ્ર કવિતાપ્રવૃત્તિનું કેન્દ્ર છે તેનું તીવાતિતીવ્ર, સંકુલ, વૈચિત્ર્યપૂર્ણ, સેન્દ્રિય અને સ્ફોટક ચમત્કારો ધરાવતું સંવેદનવિશ્વ, એટલે રાવજીની કવિતાસૃષ્ટિમાં પ્રવેશતી વખતે કવિચિત્તના સંવેદનનું સ્વરૂપ જાણવું જરૂરી બને છે, તેમ રાવજીના ય સંવેદનનું સ્વરૂપ, તેનો આકાર અને વિકાસને જોવાં પ્રમાણવાં જરૂરી બને છે. અહીં રાવજીના સંવેદનનું સ્વરૂપ, તેનાં ઉદ્દભવબળો અને તેનાં કેન્દ્ર તથા પરિઘ, તેનું વૈવિધ્ય અને તેનો વિકાસ આલેખવાનો ઉપક્રમ છે.
(ક્રમશ :...)
0 comments
Leave comment