3.2.1.1.1 - પ્રકૃતિ / આરંભિક તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


‘રમ્ય શાંતિ' કાવ્યમાં પ્રકૃતિનાં નિર્ભેળ ચિત્રો કવિ આલેખે છે જેમાં તેમની શુદ્ધ પ્રકૃતિ કવિતા નિપજાવવાની પ્રક્રિયા અને ભાવસંવેદનાનો એકધાર્યો ચક્રવર્તી પ્રભાવ સૌંદર્યલુબ્ધ અને રસૈક્યતાનો અનુભવ કરાવે છે:
એક પંખીની પાંખ હલે ખેતર પર મંથર
પવન પણે જો પાળ ઉપર ગોવાળ સરીખો સ્તબ્ધ
ઘાસ અવલોકે !
(‘અંગત', કવિતા - રમ્ય શાંતિ’)

તળાવનું પોયણ જલ સ્વપ્નવધૂના પેટ સરીખું હાલે !
('અંગત', કવિતા - રમ્ય શાંતિ’)

પણે ચરાના શાંત ઘાસમાં સારસ જોડું
એકમેક પર ડોક પાથરી સૂતું.
(‘અંગત', ‘કવિતા - રમ્ય શાંતિ’)
   પ્રભાતના આગમનની સાથે જ કવિના સંવેદનતંત્રના તેના તાર હલબલે છે અને પ્રાત: દર્શનથી પ્રગટતાં વિવિધ સંવેદનોને કવિ ખુશનુમા તરંગોની ગતિએ આલેખે છે.
ધીરે રહી પમરતું પરભાતિયું, ને
માંચી મહીં બચબચ્ચું શિશુ. કાન વાગ્યા
કો સ્વાનના. સળવળ્યો પથ, શાન્ત પાછો
ચોપાસ મંદ પ્રસરે ભળ ભાંખળું થૈ
તંબુર
(‘અંગત', કવિતા – પરોઢે તાપણી પાસે બેઠેલ વૃદ્ધની સ્વગતોક્તિ)
   આમ, પ્રકૃતિનાં સાદ્યંત આસ્વાદ્ય રૂપોને કવિ નિર્ભેળ સૌંદર્યલુધ્ધિથી નિરૂપે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment