3.2.1.2.2 - પ્રણય / પરિપક્વ તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા
રાવજીએ તેના આરંભકાળમાં આલેખેલાં તમામ રંગદર્શી ભાવનાઓ, ખ્વાબો, ઇચ્છાઓ, સુકુમાર અપેક્ષાઓ હકીકતના ખડકો સાથે અથડાઈને ચકનાચૂર થતાં અનુભવ્યાં છે. અહીં તેનો મોહભંગ થાય છે. અને સાથે સાથે પ્રણયઝંખના અને તેના ઝુરાપાની વેદનાનાં ભાવસંવેદનો અનેક રીતિઓમાં પલોટાઈને પરિપક્વ રૂપ ધારણ કરે છે. ‘સ્તનોનાં પુષ્પોમાં શરમ છુપાવી રડી પડ્યો’ જેવા ભાવનારાગી પશ્ચાત્તાપનું બળતરાગાન કરનાર કવિ ‘કોકશાસ્ત્રની ગંદી આવૃતિ જેવી બાયડી/મને રોજ ઠૂંસા મારીને રાત બતાડે છે' જેવી સંત્રાસને વાચા આપતી પંક્તિઓ રચે છે તો ઝંખનામાંથી આદિમપ્રતિ વહી જતાં સંવેદનરૂપો કંડારવાની થતી કવિપ્રવૃત્તિ પણ અહીં જોઈ શકાય છે :
વિસ્મયઅનાકાશ વિસ્મય !સમયમાં પણ વ્યાપી ગયાં સ્તન.કસ્તુરી હવાનો બધે પાશઆઆવી મારી ઘ્રાણપ્રિયાને હવે તોકેવળ ત્વચાનો જ અવાજ,જૂઈમાંથી સુગંધ ખરે એવો.મારી ચોતરફ લાગે છે ઘૂઘવાતોલયબદ્ધ સમુદ્ર ત્વચાનોમારી ક્ષમારી ક્ષમારી ક્ષ મારી ક્ષમારી ક્ષમારી મારી મારીક્ષ ક્ષ ક્ષ મારી ક્ષમા ક્ષક્ષ('અંગત', કાવ્ય – નવલકથાના એક પાત્ર ઉપર કવિતા)ક્ષ
(ક્રમશ :...)
0 comments
Leave comment