3.2.1.2.3 - નગરજીવન / પરિપક્વ તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા
પ્રકૃતિ અને કૃષિને પડછે રહેલું નગરજીવન હવે કવિની અનુભવભૂમિમાંથી પ્રગટ થાય છે. રાવજીના ચિત્ત પર પડેલી નગરજીવન વિષયક છાપ ભયની લાગણીઓને સતત ઉશ્કેર્યા કરે છે. નગર તેને મન કોઈ ગોઝારું ભયાનક સ્થળ છે જ્યાં સંતપ્ત આત્માઓ વસે છે.
હું જતો કશેકઘર ભણી (?)માર્ગમાં ઝઝૂમતાંઅનેકનાં સિમેન્ટસ્વપ્નકાચમાં ઢબૂરતાં સરી ગયાંઅવાવરું ઘણાંક સ્મિત.(‘અંગત', કાવ્ય – રાત્રે – રિલીફ રોડ પરથી)
તો આગળ એ જ ભયની ચરમસીમા પ્રગટે છે.
માર્ગના પ્રકાશ પરતરવર્યા કરે તિમિર(અંગત, કાવ્ય – રાત્રે – રિલીફ રોડ પરથી)
નગરજીવનની કરાલ-વિકરાલતા સામે હવે કવિ પોતાની રુગ્ણ સ્થિતિને પણ સંયોજે છે. રાવજીના સંવેદન વિશ્વનું આ એક વિલક્ષણ પાસું છે.
એક્ઝોસ ફેનેચૂસીલીધીપ્યાલા પરના રક્ત હરણની ફાળ !થાક્યા પાક્યામાંડ ઠરું ત્યાંખૂણે બેઠાં બેય જણાં તે એકમેકનેતાકેપીએ.('અંગત', કાવ્ય - હેવમોરમાં)
અહીં ઍક્ઝોસ ફેને પોતાના રક્તની ગરમી ચૂસી લીધી છે. અર્થાત્ હું અંદરથી એક્ઝોસ્ટ થઈ ગયો છું, તેવી વ્યંજના સબળ રીતે કવિ મૂકે છે.
પ્રકૃતિ, કૃષિ, પ્રણય અને નગરજીવન વિષયક સંવેદનો જેમ પોતાનાં પરિમાણો અને પરિણામો અહીં બદલે છે, તેમ રાવજીની કવિસંવિત્તિમાં કેટલાંક નવાં પરિબળો અને પરિમાણો ઉમેરાય છે. તેથી કરીને તેના સર્જનની એક નવતર અને પરિપક્વ મુદ્રા રચાતી અને ઉપસતી જોવા મળે છે. રુગ્ણતાનું પરિબળ આ સમયગાળામાં પ્રવેશે છે અને વિસ્ફોટ પ્રભાવો દાખવે છે. રુગ્ણતાને કારણે કવિચિત્તનાં સંવેદનો એક વિલક્ષણ વેગ, આકાર અને પોત ધારણ કરે છે. આ સંવેદનો સંકુલ, તીવ્રાવેગી, વૈચિત્ર્યપૂર્ણ અને પરસ્પર સુપર ઇમ્પોઝ થાય છે. આ પરિપક્વતાના તબક્કાને વિશેષ રીતે પુષ્ટ કરતાં આ સંવેદનો રુગ્ણતાના સંત્રાસને, તીવ્રાવેગી જિજીવિષાને, સમગ્ર પરિસ્થિતિની વિસંવાદિતા પ્રતિની વિવશતામાંથી પ્રગટતી અનંત વૈવશ્વની લાગણીને, તમામ મોરચે હારેલા સૈનિકના વૈફલ્યને, સંકુલ રીતે ઘેરી કરે છે. તેથી રાવજીની કવિતાને અભિવ્યક્તિની નવીન દિશામાં દોરી જતાં રુગ્ણતા, જિજીવિષા, વૈવશ્ય અને વૈફલ્યને લગતાં સંવેદનોની તપાસ પણ જરૂરી બને છે.
(ક્રમશ :...)
0 comments
Leave comment