3.2.1.2.5 - જિજીવિષા / પરિપક્વ તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા
રાવજીમાં રુગ્ણતાની જર્જર દૈહિક સ્થિતિમાંથી ઝંખનાગ્રસ્ત જિજીવિષાની મનોસ્થિતિ સર્જાઈ છે. મનુષ્યમાં સામાન્ય રીતે સુષુપ્ત રહીને કાર્યશીલ રહેલી આ વૃત્તિ રાવજીમાં રુગ્ણતાને કારણે અતિ જાગૃત બનીને વર્તે છે ત્યારે તે તેની સમગ્ર કવિતા પ્રવૃત્તિને પણ પ્રભાવિત કરે છે. આ પ્રભાવ જાગૃત સ્તર ઉપર ત્યાં સુધી સક્રિય બને છે કે ‘જિજીવિષા’ જેવું કાવ્ય શીર્ષક પણ તે યોજી બેસે છે. કવિએ આ કાવ્યમાં જિજીવિષાને સાંગોપાંગ ઉતારી છે.
વીસ વરસનું એક સામટું જોમઘડીભર આવે તો આ નજર કનેનોંધારાં મારા ગાત સમાંઉપાન મહીં પગ મેલુંમારી ડબડબ ચૂતી છાપરીએ જૈ બેસું.('અંગત', કાવ્ય : જિજીવિષા)
‘તા.૧૫-૧૧-૬૩' કાવ્યમાં કવિ પોતાના જન્મદિને, મૃત્યુની કરાલ ઉપસ્થિતિમાં કેવી જિજીવિષા પ્રગટાવે છે.
મારે કૂદવું છે વાછરડાની જેમકોઈને ખટકું નહીં એવોપવનની લ્હેરખી જેવોફરું,હું ચગું વંટોળિયાની જેમ(‘અંગત', કાવ્ય - તા.૧૫-૧૧-૬૩)
જિજીવિષાની આ સંવેદન અને આવેગશીલ લાગણી વધુ બળવત્તર થતાં વૈવશ્ય અને વૈફલ્યનાં સંવેદનો પ્રગટાવવા માંડે છે.
(ક્રમશ :...)
0 comments
Leave comment