3.2.1.2.6 - વૈવશ્ય / પરિપક્વ તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   મનુષ્ય માત્રની નિયતિ છે લાચાર હોવાની. પોતાની અંદર અનુભવાતી વિચ્છિન્નતાની, તારતાર તૂટતા જવાની ક્રિયાના વિવશ સાક્ષી માત્ર બની રહેવાની સ્થિતિને રાવજીનાં લાગણીધેર્યા સંવેદનો અનેકવિધ કાવ્યસ્થળો વ્યક્ત થયાં છે
પરંતુ આજ હું બાળક બની શકતો નથી.
હું મિત્ર કેરા હાથને દાબી નથી શકતો;
('અંગત', કાવ્ય - તા.૧૫-૧૧-૬૩)
   માત્ર આંતરિક જ નહીં, સમગ્ર દેશની ચિંતામાં ય ચિંતા સિવાય કશું ન કરી શકવાની વિવશતા પ્રગટાવતી આ પંક્તિઓ તેના આંતરબાહ્ય બેઉ વૈવશ્યોને સ્કૂટ કરી આપે છે.
બળ્યો, જળ્યો લય ભીંતો કોચે
આખો દેશ અડાયા પર બેઠો છે !
ત્યારે બૉમ્બ પડેલા ગામ સરીખી
સપાટ નિર્જન જીભ (કવિની).
('અંગત', કાવ્ય – ૧૯૬૪-૬૫માં)
   ‘હું જીવતો છું’ તો સમગ્ર કાવ્ય કવિના વિવશોદ્ગાર જેવું છે. વેદનાનું સતત થતું રહેતું ભાન, નોકરીની સભાનતા, જાતીય ઉશ્કેરાટ, નાની નાની ઇચ્છાઓમાં ય વિવશ થયા કરવાની નિયતિ સામે ‘હું જીવતો છું એ કંઈ ઓછું છે’ કહી કવિ વિવશતાની ધારને તીવ્ર બનાવે છે.

   પ્રણયભૂમિમાંથી ઊઠતાં સંવેદનો પણ અસહ્ય થઈ પડતા વૈવશ્યને તીક્ષ્ણતાથી રજૂ કરે છે :
મારી હાજરીને છેદી નાખે પ્રતિક્ષણ
કેશલ પ્રહાર તારા-સહ્યા નવ જાય !
('અંગત', કાવ્ય – કેશલ પ્રહાર)
   વૈવશ્યની લાગણીય ક્રમશઃ બળવાન બનતાં તે વૈફલ્યના સૂરો કાઢવા માંડે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment