3.2.1.3.1 - મરણોપસ્થિતિ / તાત્વિક સ્ફોટનો તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા
રાવજી સતત મરણની ઉપસ્થિતિ અનુભવે છે અને વિક્ષુબ્ધ થાય છે. આ વિશુબ્ધિની સ્થિતિમાં તે આભાસોની સૃષ્ટિમાં સરી પડે છે તેવી જ એક ઘટનાને તેણે ‘આભાસી મૃત્યુનું ગીત'માં શબ્દદેહ આપ્યો છે.
મારી આંખે કંકુના સૂરજ આથમ્યામારી વૅ’લ શંગારો, વીરા શગને સંકોરોરે અજવાળાં પ્હેરીને ઊભા શ્વાસ!('અંગત', કાવ્ય – મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...)
મરણભયની શારી નાખતી ઉપસ્થિતિમાં ભયભીત કવિચિત વિવશતાપૂર્વક લવારે ચઢી જાય છે.
પેલું ધાન ભસે, પેલું ધષ્ટપણે લીમડાને હેઠે.અતિશય રોષ કરે મારી આંખોનાં નિશાનમારા શ્રવણમાં બેઠેલીદિશાઓ શાન્ત-અતિશય ભયભીત.પેલું ભયાવહ પ્રાણી આજ આટલા દિવસો લગી મૂંગુ કર્યું હતું ક્યાંક...આજ પાડા પાછળ તો નથી આવ્યું?હવે, હવે, હવે, હવે,શ્રવણનેત્ર તતડે છેતડતડ નેત્રશ્રવણ ડતનેત્ર તડોનુંશ્રવણતડ તૂટી તૂટી રોષિત નિશાન થઈવીંઝાયત્યાં તોકશું નથી.('અંગત', કાવ્ય - રુગ્ણતા)
તે મરણની ભયાવહ કલ્પનલીલા રચતાં કવિ કહે છે :
રાત દિવસમારા જીવવાપર કલાકેઅડધે કલાકેડંકાની છડીપુકારે. મારીસામે લાંબોલાંબો લાંબોમાણસ જાણેલાંબો ઊભો.મારો સમયસાચવી ઊભો.(‘અંગત', કાવ્ય - સંબંધ)
આમ મરણની સતત સહોપસ્થિતિને કવિએ સહોદર અંશ તરીકે જાણી પ્રમાણીને કાવ્યસ્થ કરી છે.
(ક્રમશ :...)
0 comments
Leave comment