3.2.1.3.2 - વિરતિ / તાત્વિક સ્ફોટનો તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા
રાવજીની કવિતામાં વિરતિજન્ય સંવેદનો બળુકી અભિવ્યકિત પામ્યાં છે. હાથમાંથી સરી જતી રેતી જેવી નિર્મમતા તેણે કેળવી લીધી છે. સ્વ અને પર સાથેનું અનુસંધાન ગુમાવ્યાના ભાવમાંથી પ્રગટેલાં આ વિરતિમૂલક સંવેદનો રાવજીનાં નિજી દર્શનનાં દ્યોતક બની રહે છે. જાત અને જગત પરત્વેની વિવશતાપૂર્ણ વિરતિને કવિ તારસ્વરે રજૂ કરે છે.
વસ્ત્ર સરી જશે એકેક,ત્વચા પણ સરી જશે,ક્યારેય તે કોઈ અડશે નહીં;લોહીનાં પાન બની જશે કો'ક નદીતીરેકે જાણું નહિ (?)જાણું નહિ એવું થશે – કદાચ('અંગત', કાવ્ય – નવ જન્મમૃત્યુ કાવ્ય - ૧)
પોતાના મૃત્યુ પછી પોતાની અનુપસ્થિતિ લોકોને કેવી સાલસે તેનું બયાન અને તે પ્રતિની વિરક્તિને કવિ આમ વાચા આપે છે :
નામને બેઠું કરવા લોક મથેને સાવ ખાટલો ખાલીભોંય ઉપર મેં નામ પાથર્યું ખાલીબધાંકાનમાં ખાલી ખાલી દર્ભ વલોવે('અંગત', કાવ્ય – નવ જન્મમૃત્યુ કાવ્ય - ૭)‘મારે મન હૃદય તો ચીતરેલું ફળ’('અંગત', કાવ્ય – શંકર પ્રજાપતિને મળ્યા પછી)
કહીને મારી પાસે કશું નથી એમ બે હાથ ખુલ્લા કરી દઈ પાપ-પુણ્યની માન્યતાઓને કોરાણે મૂકી દઈ
‘પાપબાપને ઝોળીમાં પધરાવી કાશી જઈએજીવી ફોઈની બારશ - તેરસ ખાઈએ’('અંગત', કાવ્ય – શંકર પ્રજાપતિને મળ્યા પછી)
એમ કહી કવિ અસ્તિત્વ અને તે સંદર્ભે ઊભી થયેલી સૃષ્ટિ તરફ બેતમા બનીને વર્તે છે.
મરણની ઉપસ્થિતિમાં દેહ અને ચેતના વચ્ચે સતત ખેલાતા યુદ્ધ સામે કોઈ પોતાની મદદે ન આવ્યું એવા ભાવસંવેદનને આમ વિરતિમાં રૂપાંતરિત થતું જોઈ શકાય છે :
ખરે વખત જે મારાં મારાં મારાં મારાંસાલાં કોઈ ના થયાં.તારો ભ્રમ છે; તે ફળ નથી,હું તારો પ્રિય નથી,હું તને ચાહતો જ નથી('અંગત', કાવ્ય – શંકર પ્રજાપતિને મળ્યા પછી)
(ક્રમશ :...)
0 comments
Leave comment