1 - પ્રકાશકીય / ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ / હર્ષદ ત્રિવેદી


   ગુજરાત અકાદમી દ્વારા પ્રગટ થયેલા ગ્રંથોમાં ‘ચારણી સાહિત્ય’ પરનો આ મહત્વનો ગ્રંથ છે. મેઘાણીથી શરૂ કરીને ડૉ. મારુ સુધીના વિદ્વાનોમાં બહુ ઓછા વિદ્વાનોએ આ ક્ષેત્રમાં પગરણ માંડ્યા છે ત્યારે ચારણી સાહિત્યના પ્રખર અભ્યાસી શ્રી રતુદાન રોહડિયાના અભ્યાસ અને સંશોધનના પરિપાકરૂપે સર્જાયેલ આ ગ્રંથ ઘણાં વર્ષોથી અપ્રાપ્ય હતો. તેનું પુનઃમુદ્રણ પ્રગટ થઈ રહ્યું છે.

   યુનિવર્સિટીઓમાં અને સાહિત્યિક ક્ષેત્રે થતાં સંશોધનોને ધ્યાન પર લેતાં શ્રી રતુદાન રોહડિયાના આ ગ્રંથની ઉપયોગિતા આજે પણ એટલી જ છે.

   અગાઉ પ્રકાશિત થયેલા આ ગ્રંથમાં કેટલીક વિગતોની અને મુદ્રણની ક્ષતિઓ રહી જવા પામી હતી જેને અહીં ડૉ. અંબાદાન રોહડિયાની મદદથી દુર કરવામાં આવી છે.

   આ ગ્રંથને ફરીથી પ્રકાશિત કરવાની અનુમતિ આપવા માટે સંશોધક શ્રી રતુદાન રોહડિયાના પરિવારજનોનો પણ હું હૃદયથી આભાર માનું છું.

   આ ગ્રંથનું ઉત્તમ રીતે મુદ્રણ કરનાર હિન્દુસ્તાન ગ્રાફિકસનો પણ આભારી છું.
   મને શ્રદ્ધા છે કે ગુજરાતી ભાષાના તમામ સંશોધકો, અભ્યાસીઓ, વિદ્વાનોને આ ગ્રંથ ગમશે. અને ઉપયોગી નીવડશે.
હર્ષદ ત્રિવેદી
મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી
ગાંધીનગર


0 comments


Leave comment