૦ - તારાપણાના શહેરમાં – પ્રકાશક તરફથી / વિજય મહેતા


પ્રકાશક તરફથી......

છેલ્લાં પચ્ચીસ વર્ષથી જેની રાહ જોવાય છે તે જવાહાર બક્ષીનો ગઝલસંગ્રહ પ્રકાશિત કરતાં અમને ખૂબ આનંદ થાય છે. સાડાત્રણ દાયકાની તેમની ગઝલસાધનાનું ફળ આપ સહુને અર્પણ છે.

આ પુસ્તકનું પ્રકાશન કરવામાં અને મને નિમિત્ત બનાવવા માટે જવાહરભાઈનો અંત:કરણપૂર્વક આભાર માનું છું. સહયોગ માટે શ્રી અશ્વિન મહેતા, હેમંત ઠક્કર, દીપક દોશી, માધવ ભાગવત, ચેતન ગંગર, દીપક ગણાત્રા, ડૉ. પ્રકાશ મહેતા, વિપુલ દેસાઈ, જયંત શાહ અને ભારતેન્દ્ર શુક્લનો વિશેષ આભારી છું. મુંબઈ અને ગુજરાતનાં વર્તમાનપત્રો, સામાયિકોના અતિ સુંદર અવલોકનો બદલ તેમનો ખૂબ આભાર. પુસ્તકને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ સહુનો આભાર.

ઉત્તમ પુસ્તકો નિર્માણ કરવાનું સૌભાગ્ય સાંપડે તેવી પ્રાર્થના. રસિકજનોને પોતાનાં મંતવ્યો આપવા નિમંત્રણ છે.

- વિજય મહેતા


0 comments


Leave comment