1.44 - ઉર હે ! / રાજેન્દ્ર શાહ


ઉર હે ! તવ કારમી વ્યથા
સુણશે કોઈ ન, બોલવું છ જ્યાં
સહુને, ત્યહીં ગર્જના મહીં
લઘુ તારી મર મૂક હો કથા.

તરુની ક્ષિતિરેખ પાછળ
લય પામે રવિ- રશ્મિ અંતિમ,
ધુલિ-ધૂસર તે સમે જરી
ઝીલજે શીતલ શૂન્યનાં જલ.

તિમિરે ઉડુનાં જ અંજન,
સ્વરમાંહિ સ્વર માત્રા ઝીલ્લિનો,
ત્યહીં એકલ ગીત ગાઈ લે
વણ રોધ્યું, વિજને ન બંધન.

શમતાં સહુ મંદ્ર ઝંકૃતિ,
મધુ તંદ્રામહીં ડૂબશે મન:
ત્યહીં શાન્તિ, ત્યહીં જ સાન્ત્વન,
જ્યહીં સ્પર્શે નહિ સ્વપ્ન વા સ્મૃતિ.


0 comments


Leave comment