1.48 - જા....ઓ, આવ / રાજેન્દ્ર શાહ


‘જા....ઓ.’
તે દૃષ્ટિને જોબનમદે રંગી કીધું શાસન.
દિશાઓ મૂક
તે પ્રતિઘોષથી ગર્જી ઊઠી રે
‘જા....ઓ,
જા...ઓ.'

એ શબ્દ, ને એ શોર
એમાં એ જ તારો તોર
(શો ઉપહાસ તારો !)
‘ જાઓ.’

તું ‘આવ' કહે.
પાષાણનું ઉર ધન્યતાથી આર્દ્ર થઈ
ટહુકાર દેશે
‘આવ.’


0 comments


Leave comment