1.49 - પાવકની જ્વાલ યદિ.... / રાજેન્દ્ર શાહજૂજ
મૂડી મુજ.
તારો પથ દૂર દૂર
            પ્રીતમ !

મેળ શેણે મળશે
કૈં પડતી ના સૂજ.

લોકમેળા –
– કેરી યે તે નહિ વેળા.
કોઈની સંગત નહિ
તો ય ના રે'વાય
           પ્રીતમ !

પગલું ભરાય એક
એકધારી
માંડી છે મજલ.
હાવાં
સમયને કોક તીરે
કોઈ દિ થૈશું જ ભેળાં...
પાવકની જ્વાલ
યદિ બની રહે પાંખ..
          હું મરાલ.

આડા સમુંદર
આડા છો ને આવતા ડુંગર
મારું ગગને ડયન
તારે મારગે
          પ્રીતમ !

કૉની રે મજાલ ? –
આડે આવવાની હામ
પેલો ધરશે ન કાલ.

દૂર
તેને ય તે બાથ ભરીને
સત્વર હું તો
લઉં મારે ઉર;

પાવકની જ્વાલ
યદિ બની રહે પાંખ...


0 comments


Leave comment