3.6 - કાવ્ય. ૩૫ સુધામય રાગિણી / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


    પ્રિયમિલનના પ્રથમ રોમાંચનું અને તેની ચિરમધુર સ્મૃતિનું સોનેટયુગ્મ. ‘અચર તરુનાં પાણી.... સ્થિતિ સ્વપ્નની’ અને ‘અધિક સરક્યાં પાસે... જરા ઢળી’ જેવી પંક્તિઓમાં કાવ્યાત્મક ચિત્રાત્મકતાની કવિની સર્જકશક્તિનાં દર્શન થાય છે અને પછી પ્રિયતમ- પ્રિયતમા સ્પર્શથી જે સ્વરૂપાંતર પામે છે તે છે હંસ-હંસીનું. આ હંસ-હંસીના કલ્પનમાં ‘શ્વેતાંગ' વિશેષણ વાપરી કવિએ લક્ષણાથી કાવ્યનાયક અને નાયિકાના પ્રણયની નિર્મળતા- નિર્દોષતા નિરૂપી છે. 'કલ-મધુર’ ‘વ્રીડા –ઝીણો’ જેવા સાર્થક સમાસો કવિની પ્રૌઢિના અને પ્રશિષ્ટ શૈલીના દ્યોતક છે. કવિએ પ્રથમ સૉનેટને અંતે ‘વ્રજભોમ' શબ્દ વાપરી વતન કપડવણજ પાસેની વાત્રક નદીના તટપ્રદેશને વ્રજમાં રૂપાંતરિત કરી આપ્યો છે અને એ રૂપાંતર દ્વારા કાવ્યનાયક અને નાયિકાનું કૃષ્ણ-રાધામાં રૂપાંતર કરી આપ્યું છે. આમ, લૌકિક નાયક-નાયિકાનો પ્રેમ આલૌકિક ભાવસૃષ્ટિમાં પહોંચી જાય છે. જેનું ઊર્ધ્વીકરણ બીજા સૉનેટમાં નાયક-નાયિકાના હંસરૂપે થતાં ઉડ્ડયનોમાં વિકસિત થયેલું પ્રતીત થાય છે.

વ્રીડા-લજ્જા, પુલિન-કિનારો, શ્રુતિ-અવાજ, અયુત-અપાર, ડયન-ઉડ્ડયન, વિધુ-ચન્દ્ર, વિતાન-આકાશ, યામિની-રાત્રી.
 * * *


0 comments


Leave comment