1.58 - પ્રેયસી જેને કદી માની હતી / હેમેન શાહ


પ્રેયસી જેને કદી માની હતી
છોકરી એ ખૂબ તોફાની હતી

હાસ્ય તો તાજો અસલ તડકો હતું,
અંગ આખું લયની મિજબાની હતી.

“જાઉં છું” તેણે કહ્યું તોફાનમાં,
ક્યાં જરૂર કોઈ બહાનાની હતી ?

કંઈક રાતે ઝબકીને જાગ્યો હતો,
સ્વપ્ન ભાંગ્યાંની પરેશાની હતી.

મૌનનાં પથરાઓ ખડકાયા પછી
હું હતો ને તીક્ષ્ણ વેરાની હતી.


0 comments


Leave comment