1.59 - આવી ચડે વસંત તો પલાશ વ્યક્ત કર / હેમેન શાહ


આવી ચડે વસંત તો પલાશ વ્યક્ત કર,
ને પાનખરમાં વૃક્ષની કચાશ વ્યક્ત કર.

તું અંધકાર ગા, અને પ્રકાશ વ્યક્ત કર,
તું વાત માણસોની સરેરાશ વ્યક્ત કર.

‘હરગિઝ’ અને ‘હંમેશ’ની ન જાળમાં ફસા,
જો થઈ શકે ‘કદાચ’ અને ‘કાશ’ વ્યક્ત કર.

છે તંગદિલ દરેક આયનો શહેરમાં,
આકાશની ઉદાર મોકળાશ વ્યક્ત કર

તું જાણે પૂરમાં વહી ગયેલ વૃક્ષ છે,
ફળ, ફૂલ, પાનાથી અલગ તલાશ વ્યક્ત કર.


0 comments


Leave comment