1.60 - તાજા યુવાનની તો જાગીર એક વખતની / હેમેન શાહ


તાજા યુવાનની તો જાગીર એક વખતની,
ચોરીછૂપી મળેલી તસવીર એક વખતની.

તૂટેલું શિલ્પ જોઈ, કલ્પી શકે ન કોઈ,
શું શું હશે નગરની તાસીર એક વખતની.

ત્યાં પણ રહ્યો નથી એ, પહેલાનો રૂપરાશિ,
ઝાંખી પડી ગઈ છે શમશીર એક વખતની.

એની ગલીની પાસે ના પગ હવે અટકતા,
તૂટી ગઈ છે સમજો જંજીર એક વખતની

આજે હસી લઉં છું, એ વાત પર હું જોકે,
કે જે પરિસ્થિતિ બહુ ગંભીર એક વખતની.


0 comments


Leave comment