1.62 - પ્રણયની અગર રૂપરેખા ખરીદી / હેમેન શાહ


પ્રણયની અગર રૂપરેખા ખરીદી,
વધારામાં સ્વપ્નો મળે બિનરસીદી.

અસાવધ મને ઊંચકી ચાલ્યું પુસ્તક,
સડક વાચનાલય મહીં ચૂપકીદી.

...પછી કાળી કન્યા ટૂંકા વાળ ઓળે,
– જુએ આવું સપનું અપરિણીત સીદી.

થઈ વેલ, ભાંગેલા કિલ્લાની ભીંતે,
ઊગી નીકળી છે કોઈની શહીદી.


0 comments


Leave comment