1.65 - છે ગઝલ નગ્મો-રુબાઈ સબ સલામત / હેમેન શાહ


છે ગઝલ નગ્મો-રુબાઈ સબ સલામત,
એ, ને એની બેવફાઈ સબ સલામત.

શું મુસાફરનું થયું એની ખબર ક્યાં ?
માર્ગ, પગલાં ને સરાઈ સબ સલામત.

ફક્ત ત્યારે કામ હોકાયંત્ર આવે,
જો દિશાની જોગવાઈ સબ સલામત.

માત્ર હું મૃત્યુના પંજામાં ભીંસાયો,
લાઠી, ચશ્માં, ચારપાઈ સબ સલામત.


0 comments


Leave comment