1.66 - કલ્પનાના દ્વાર પર કોઈ ઈસમ / હેમેન શાહ


કલ્પનાના દ્વાર પર કોઈ ઇસમ,
ભૂલથી બોલી ગયો ‘ઓપન સિસમ'!

તર્જ વાયોલિનની પૂરી સાંભળી,
મેં અતીતના હાથમાં ફેંકી રકમ.

જોશમાં ધસતું પ્રવાહી રેશમી,
સાંજનું ચોળું હતું કાંજીવરમ !

ચોતરફ નિર્વસ્ત્ર તન્હાઈ છતાં,
વૃક્ષ પહેરે આગિયાનું રેડિયમ.

માર્ગ આ સીધો જશે ઉલ્ફત તરફ,
લો ટકાઉ ધૈર્યને સાથે પ્રથમ.

વાત ટૂંકાવો નહીં બિલ્કુલ તમે,
રાતનો બાકી છે ખાસ્સો કાર્યક્રમ.


0 comments


Leave comment