1.67 - જ્યાં સૂર્ય ષોડશી નદીને ઘાટ ઊતરે / હેમેન શાહ


જ્યાં સૂર્ય ષોડશી નદીને ઘાટ ઊતરે,
કુંવારાં જળની ચુનરીએ ચળકાટ ઊતરે.

ભેગો થયો અતીતનો એ કાટ ઊતરે,
આ કાનને ચડેલ સૌ ઘોંઘાટ ઊતરે.

તો વાતચીત માછલીની સાંભળી શકું,
દરિયાની ચામડીથી જો ઘુઘવાટ ઊતરે.

સપનાં નજીકથી થશે કોઈ પસાર પણ,
છે શર્ત કે વિચારનો રઘવાટ ઊતરે.

ત્યાં પૂર્ણ થાય નાયિકાની રાત્રિનો પ્રહર,
દરવાજે જ્યારે જાણીતો ખખડાટ ઊતરે.


0 comments


Leave comment