1.68 - છે પરોઢી ધારણા / હેમેન શાહ


છે પરોઢી ધારણા,
છો ઉઘાડાં બારણાં.

સ્વપ્નમાં પામી ગયો,
દૂરનાં સત્યો ઘણાં.

કોઈ પૂછે છે મને,
દામ એકલતા તણા,

એ સુખી માણસ હતો,
ન્હોતી સુખની એષણા.

એ અકલ્પ્ય શિલ્પ હો,
તો મૂકી દો ટાંકણાં.


0 comments


Leave comment