1.69 - છે મર્મ, પણ સમજવા સાધન કશું નથી / હેમેન શાહ


છે મર્મ, પણ સમજવાં સાધન કશું નથી,
તારા સુધી જવાને વાહન કશું નથી.

આકાર માત્ર બદલે અમીબાથી આજ લગ,
છે કોનો આ અજંપો? રોશન કશું નથી.

શીખ્યો હું અંતને જ્યાં સ્વીકારતાં જરા,
પ્રશ્નોને બસ અહીંથી પ્રયોજન કશું નથી.

કાલે ખબર પડે કે ઈશ્વર તો હું જ છું,
ચાલ્યા જવું જો હો, તો બંધન કશું નથી.


0 comments


Leave comment