1.71 - પારદર્શક રૂપનો આહલાદ આ ! / હેમેન શાહ


પારદર્શક રૂપનો આહલાદ આ !
સર્વ ભાષામાં થયો અનુવાદ આ !

મેં ઝીલ્યાં ફોરાં પ્રથમ આ હોઠ પર,
તું ય ક્યાં ભૂલી ગઈ છે સ્વાદ આ !

બસ રહે છે હાંફતો દરિયો બની,
દડમજલ બહુ લાંબી કાપ્યા બાદ આ !

કેટલી લીલાશ સંઘરવા છતાં,
સાવ પાણી જેવો છે વરસાદ આ !


0 comments


Leave comment