1.72 - ફેલાવતું ગગન ખુદ શાખો સવાર માટે / હેમેન શાહ


ફેલાવતું ગગન ખુદ શાખો સવાર માટે,
છાતીમાં સૂર્ય ધબકે આખો સવાર માટે.

માદક સુગંધ વેચે છે ફેરિયો પવનનો,
થોડીઘણી ખરીદી રાખો સવાર માટે.

ફાટી ન જાય પોચી ધુમ્મસની શાલ તેથી,
ઉજાસ હો હમેશા ઝાંખો સવાર માટે.

ઊડીને વીંટળાયું આંખોમાં દૃશ્ય નાજુક,
ફફડાવી સાચવેલી પાંખો સવાર માટે.

દીધા વિના ટકોરા નહિતર જશે એ પાછી,
સઘળાં કમાડ ખોલી નાખો સવાર માટે.


0 comments


Leave comment